Saturday, 8 November 2014

મને તો... સુખ...


 મને તો વિશ્વ મળ્યાંનું સુખ,
મને તો બ્રહ્મ બન્યાનું સુખ,
આ મનનાં ઝરુખેથી વિલીન થયાંનું સુખ મને તો

મને તો દેહ મળ્યાંનું સુખ,
મને તો સ્ત્રોત બન્યાંનું સુખ,
આ હ્રદયનાં ભોંયરેથી પોકાર્યાંનું સુખ મને તો

મને તો મતિ મળ્યાંનું સુખ,
મને તો કરણ બન્યાંનું સુખ,
આ જન્મનાં લક્ષ્યને સહર્ષ જીવ્યાંનું સુખ મને તો

મને પ્રભુ કૃપા મળ્યાંનું સુખ,
મને પ્રભુ પ્રેમ બન્યાંનું સુખ,
સ્વ-સમસ્ત એકરૂપ મોરલી જીવાતું અનેરું સુખ મને તો

- મોરલી પંડ્યા
નવેમ્બર ૮, ૨૦૧૪

 

No comments:

Post a Comment