આ ક્ષણો ભર, તું તારી 
તારી જ આપેલી, તારાંથી! 
ન સમજાતી કે પકડાતી, પછી 
વિગત બનશે તારાં વિનાની! 
  
ભાગતી ફરશે અહીંતહીં પાછી 
ભરી દે, છે તારી જ આપેલી! 
ઘણું ખેંચે છે ચારે દિશાથી 
ખોવાય એ કરતાં, ભરી દે તારાંથી! 
  
ભરાતાં ભરાતાં જ આવશે પછી  
એક સમયે, બનેલી જ તારી! 
તારાંથી જ; ભરેલી ને વિસ્તરતી 
સમગ્રમાં જોડતી, તારી જ, તારાંથી! 
  
ક્ષણો ક્ષણો ભરી, તું તો ભવ ભરતી! 
તો લે, આપેલી ધરાવે તને, ‘મોરલી’ તારી … 
  
- મોરલી પંડ્યા  
નવેમ્બર ૧૭, ૨૦૧૪ 
   | 
No comments:
Post a Comment