બધું જ છે ફક્ત તારી ને તારી જ મરજી…
માણસને મરજી આપી, એ પણ તારી જ મરજી…
કોને કેટલી મરજીનો બનાવવો એ તારી મરજી…
તારી મરજીમાં જીવે મરજીથી,એ પણ તારી જ મરજી…
કોણ ક્યાં શું કરે, કેવી મરજીથી, એ તારી મરજી…
કેટલી ક્યારે પકડે છોડે મરજી, એ પણ તારી જ મરજી…
મરજીની સમજ, સમજથી મરજી એ તારી મરજી…
સંજોગે-સત્સંગે ઘડાતી મરજી, એ પણ તારી જ મરજી…
મરજીને મઠારતી મતિ આપી એ તારી મરજી…
અપમાનતી-સન્માનતી મરજી, એ પણ તારી જ મરજી…
માણસ મતિને અનુસરે મરજીથી, એ તારી મરજી…
છતાં રહે સક્રિય ‘મોરલી’ જાણી કે બધું છે તારી મરજી…
- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૩, ૨૦૧૪
|
No comments:
Post a Comment