Sunday, 2 November 2014

કેવું અજોડ છે...

કેવું અજોડ છે આ સગપણ!
જન્મોજનમ સમર્પણનો સંબંધ!

જન્મેજન્મે સમજાય આ ગોઠવણ,
વધું ઊંડો તીવ્ર થતો જાય આ સંપર્ક!

અનુભવે આવે જરૂરી સમજણ
ઘડાતો ઘડાતો બને ડાહ્યો-પક્વ જણ

જ્યાં સુધી ન માને, છે એ હરિ-અંશ,
ઘટમાળ દોરી જાય ને ભંગાવે ભ્રમ!

એક સમય તો આવે જ, તૂટે અહં
સર્વસ્વ સામે હારે હોડ ને મૂકે ચડસ!

પ્રભુ જ સર્વોચ્ચ! સ્વીકારે વિના પ્રપંચ,
છોને હોય છેલ્લો શ્વાસ ને અંતિમ સમજ!

એ સાથેમોરલી’, ધરે સર્વ જીવન પ્રભુચરણ,
જીવ યાચે માફી થકી, માંગે જીવન તર્પણ

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨, ૨૦૧૪
  

No comments:

Post a Comment