Saturday, 22 November 2014

ગૂંજતો જાણે બ્રહ્માંડમાં...

ગૂંજતો જાણે બ્રહ્માંડમાં એ એક જ પ્રચંડ નાદ!
ૐ ૐ નીકળે જાણે શરીર ભેદી આરપાર…

સ્થૂળ-સુક્ષ્મ ચીરતો, ચોતરફ સમસ્ત સૂત્રધાર!
સર્વ સ્વ-રૂપો એકરૂપ જ્યાં નીતરે આ આત્મા અવાજ…

શંખ, ચક્ર, ગદા, નાડી, સર્વે ઊચ્ચારે એ જ સાદ!
વિવિધ જીવ કે જગત બોલી, એ જ એક ઉદ્ગાર…

સિદ્ધી, ભક્તિ, મુક્તિ, ભુક્તિ સર્વે દોરે એ મંત્રોચ્ચાર!
સ્ફુરણા, ધારણા, ત્યાગ, વૈરાગ્ય, જેતે ખેંચે આ સૂરતાજ…

કણ કણ સ્પંદિત, ક્ષણ ક્ષણ આવરિત, ઊર્જિત સ્વરાધાર!
સદીઓથી ઘુંટાતો, ચક્રોમાં વહેતો, પ્રભુનો વાક પ્રતાપ…

સમસ્ત એક, સર્વસ્વ એક, એક જ નિપજતો ૐકાર!
નમે ‘મોરલી’ આ ભાવ-ભાગને ને હરિ-હર હુંકાર…

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૨, ૨૦૧૪
  



No comments:

Post a Comment