આજમાં ભરપૂર ભરી આજ, જીવી, તો
લાવશે, કાલે આવતી આજ સુમધુર, સમજી લો!
જીવી આજની આજ, ખુશખુશાલ માણી, તો
ગઈ જે કાલે, હતી પૂર્ણ વર્તમાન,
લખી લો!
ગઈ-ચાલતી-આવતી, બધી જ આજ માની, તો
હતી-છે-હશે, આજ પછી આજ પછી આજ,
હસી લો!
ક્ષણે ક્ષણે બદલાતો સમયસાર, જવા દો, તો
નીતનવી લાવશે સુરીલાં લય-તાલ, સાંભળી લો!
ઘડીમાં રાખી, સંપુર્ણ જાગ્રત, જાત આપી, તો
જતી-આવતી બંન્ને, બનશે સંતોષ ને હાશ, ભરી લો!
ગતિ ને વિભાજન સમય સમયનું કામ, જાણી, તો
અબઘડી જ છે પોતાની ‘મોરલી’ જીવાય એટલું વહી લો!
- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૦, ૨૦૧૪
|
No comments:
Post a Comment