Thursday, 27 November 2014

મા, તું જ દેતી...


મા, તું જ દેતી સાથ ને તું જ છે આધાર,
આ જીવનગહનમાં તું જ લાંગરે સુકાન

તું જ બને માધ્યમ ને તું જ કરે વહન,
આ જીવનનિર્વહનનું તું જ રચે સાધન

તું જ બને અર્થ ને અર્થોપાર્જન પ્રમાણ,
આ જીવનસંચયમાં તું જ મા, દ્રવ્યપ્રસાદ

તું જ બને યત્ન ને તું જ પરિમાણ,
તું જ આરંભે એ અંતવિહીનમોરલીઊડાન

- મોરલી પંડ્યા
નવેમ્બર ૨૭, ૨૦૧૪



No comments:

Post a Comment