Saturday, 15 November 2014

વિચારજો કે...

 કોઈની લાગણી દુભાવતાં વિચારજો કે
તમારો પણ કોઈની સાથે છે દિલનો નાતો!

બીજાં સાથે અભદ્ર થતાં વિચારજો કે
હોય વારા ફરતી વારોમારાં પછી તારો”!

કોઈનું લૂંટી, હાશ થાય તો વિચારજો કે
તમારું પણ કશુંક બીજાને લાગતું હશે ખજાનો !

ભ્રષ્ટાચાર કરતાં પહેલાં વિચારજો કે
સત્તા પરથી ઊતરવાનો આવશે ક્યારેક વારો!

ભગવાનને બાધામાં બાંધતાં વિચારજો કે
એ સ્તરમાં તમે મૂકી દીધો ભગવાન તમારો!

જાતને જેતે ઈચ્છા હાવી કરતાં વિચારજો કે
પરવડશે શું આ ઈચ્છાપૂર્તિ કે જાત-હોદ્દો ખોવો?

ઈચ્છો હિત-ક્ષેમ-મંગળ સર્વેનું, સાથે વિચારજો કે
સ્મરણમાં પ્રભુ રહે, અંતે તો મોરલી એ જ છે રખવાળો!

- મોરલી પંડ્યા
નવેમ્બર ૧૫, ૨૦૧૪



No comments:

Post a Comment