Thursday, 19 March 2015

In actions you...


Oh Lord, 

In actions you reveal,
Change outlook of deeds!

Finer sense you bring 
To every swift with swipe!

Lesser the man, less 
Limit of his human thing!

Still believes self, feel supreme!
Ignore power higher than him!

Bow not nor surrender to Thee,
Fights with life, holding ego means!

Begins to learn, due to Lord Kind King!
Ultimate solace earns through life means!

Lord...My Lord...hold all in Divine Peace!
This beautiful world is your master piece!

Morli bows to Lord...

- Morli Pandya
March 19, 2015

Wednesday, 18 March 2015

મન તરબોળ રાખવું...


મન તરબોળ રાખવું
આતમ સ્નાનમાં ભીનું ભીનું!
હાથવગુ, હાથમાં રાખવું,
આતમધ્યાનમાં ડૂબતું ઊંડું

મન શૂન્ય સંવાદિત રાખવું
આતમસાદ સૂણતું સુરીલું,
નિર્ભય, ધવલ રાખવું,
આતમરાહને તાબે નમતું

મન ખુલ્લુ નમ્ર રાખવું
આતમજ્ઞાન શોષતું ઊંચેરું,
હલકુ, હળવુ રાખવું,
આત્માનંદમાં  લીન અણુંઅણું

મન ભાગીદાર રાખવું
આતમસાધન સ્વસ્થ મસ્તીલું,
સમર્પિત રાખવું, ‘મોરલી
આતમમંદિરમાં પુષ્પસમું

-         મોરલી પંડ્યા
માર્ચ ૧૮, ૨૦૧૫

Tuesday, 17 March 2015

માખણચોર, મારું ચિત્તડું...


માખણચોર, મારું
ચિત્તડું લઈ ગયો ચોરી!
પ્રેમઆંજણ નૈનોથી
નિરખે મલકી મલકી!

હે ઘનશ્યામ, દેજો
પાછું જલ્દી જલ્દી!
તારાં પ્રેમને માણવાં,
આ ભવ આખું ભરી!

પુરજો એમાં તવ ભાવ,
ઓ કરુણાસાગર! જરી.
નથી ભલે અહીં કોઈ
રાધા, મીરાં, ગોપી કે દ્રૌપદી!

આ ચિત્તડું વહેંચાશે
જગમાં ઊદાહરણ બની,
તું મારો સાથી-સારથી,
તો વાગશે સદાય તારી મોરલી’!

-         મોરલી પંડ્યા
માર્ચ ૧૭, ૨૦૧૫

  

Monday, 16 March 2015

Escape in...


Escape in the Heart!
Be fluid of divine jar,
Way water flow pass,
Unblocked, slip in any part!


The widest in the chart,
Ample in this cart,
Carry divine nectar,
Swallow more, more stark!


Whether not, prefers this par. 
Gather here internal mass,
Whole, let sink in this craft,
Till 'Morli' emerge love brawn!


-         Morli Pandya
March 16, 2015



Sunday, 15 March 2015

અસ્તિત્વ ભરાતું...


મા

અસ્તિત્વ ભરાતું તવ ભાવમાં,
ઊર્ધ્વ સંધાતું તવ રાહમાં,
જ્યોત બનતી તું હ્રદયસ્થાનમાં,
તેજ બનતી તું સર્વ કાર્યમાં!

શિશુ તારું તારા ચરણોમાં,
દિવ્ય ટેકે જીવ ઊદ્ધારમાં,
જીવન અર્પણ તવ પ્રકાશમાં,
તવ સ્વીકાર અમૂલ્ય વરદાન મા!

અદ્ભૂત! તવ એક એક સ્વરૂપ મા!
દિવ્યશક્તિ અસ્ખલિત, વરસે મા!
કૃપા વરસાદ, બક્ષતી તું મા!
તવ સંધાન બળવત્તર પ્રસાદ મા!

કરુણામયી તું જ્યોતકિરણ મા!
પ્રેમમયી તું સકળવિશ્વ મા!
સૃષ્ટિ બાળ, તવ ઊદરમાં!
નમે 'મોરલી', રક્ષિત તવ હસ્તમાં!

- મોરલી પંડ્યા
માર્ચ ૧૫, ૨૦૧૫


Saturday, 14 March 2015

બનો સરનામું સક્રિયતાનું...


બનો સરનામું સક્રિયતાનું
કર્તવ્યનું  રહો પળ પળ ઠેકાણું,
ભાગતું ફરવું, ભગવું ઓઢવું,
વ્યર્થ શાને જીવન ઢોવું!

સ્વાર્થ નહીં પરમાર્થ માણવું,
અહં, અભાવ મૂકી કરતાં રહેવું,
અક્રિયમાં, પ્રારબ્ધ ન ઘટતું,
કોઈ ને કોઈ રીતે જરૂર વળતું!

નિશ્ચિંત થઈ આગળ વધ, તું
લેખાં જોખાં કોરે મૂક, તું
સાફ મન ને ચોખ્ખાં ઊદ્ધેશ્યનું
પાલન કર, થાક્યાં વગર, તું!

સાચો ત્યાગ જ એ! જાણી લે તું,
સમજને એમાં ગોઠવી જાણ તું,
હરિનો ભાવ ધરી કર્મ કરવું,
મોરલી શાને અમથું સમજમાં મથવું!

-         મોરલી પંડ્યા
માર્ચ ૧૪, ૨૦૧૫


Friday, 13 March 2015

Be a point...


Be a point; to receive
And universe to distill!


Drink the Truth stream,
Release in actional swift.


Gather in one single still.
Compress as much, can seal.


Let Truth convert it,
Release that, slowly unseal!


Pierce through the being.
Whatever gray, whiten it.


Emanate that pure glee,
Remain divine 'Morli' seed.



-         Morli Pandya
March 13, 2015

Thursday, 12 March 2015

ડૂબું ઊંડું...



ડૂબું ઊંડું, ઘડી મહીં
સમાધિસ્થ નહીં,
ચૈતન્ય ધરી...

સમસ્ત માણું ઘડી મહીં
મગરૂરી નહીં,
આત્મપ્રાપ્તિ ધરી...

હ્રદય છલકે ઘડી મહીં
ઊભરામાં નહીં,
આત્માધાર ધરી...

તેજ અનોખું, ઘડી મહીં
પગથી નહીં,
દસે દિશાઓ ધરી...

ઘડી ડૂબે, ઘડી મહીં
શૂન્ય નહીં 'મોરલી',
શાશ્વત સમગ્ર ધરી...

-         મોરલી પંડ્યા  
માર્ચ ૧૨, ૨૦૧૫



Wednesday, 11 March 2015

નાચું તા તા થૈ!


હું પ્રભુબાળ, નાચું તા તા થૈ!
વહેંચું અઢળક, જે દીધું તેં કંઈકંઈ

રાખું પંડતણું, શાને છાનું લઈ!
તેં જ દીધું વહેંચવાને, આપ્યાં કરે કંઈક!

શિશુ તવ ખોળા ને ચરણોનો, માઈ!
શાને ખૂટે જરા સરખું પણ કંઈ?

હ્રદયે વસે છે જે આનંદ! વધે,
જ્યારે, તારો એ પ્રસાદ આરોગે કોઈ

પૃથ્વી તણી આ સફરમાં, કોઈ ક્યાં કંઈ!
તારું કાર્ય, તારાં બાળકો, ભલે માણે સર્વકોઈ

નાનું સરખું, થોડું ઘણું, જે થઈ શકે કંઈ!
તત્પર મોરલી સંનિષ્ઠ, આનંદમય ને નાચે તા તા થૈ!

-         મોરલી પંડ્યા
માર્ચ ૧૨, ૨૦૧૫

Tuesday, 10 March 2015

When in commune...


When in commune with Divine
Even mess becomes beauty!

And dull turns to lucid,
And nerves grapple nerdy,

And mind host visionary,
And words reveal tenacity,

And two ends in harmony,
And being release symphony,

And world source of climbing!
And child ‘Morli’, Divine dynasty!

-         Morli Pandya

March 10, 2015


Monday, 9 March 2015

આધ્યાત્મમાર્ગ...


આધ્યાત્મમાર્ગ વિવિધ બહુધા 
ભલને વ્યક્તિ-વ્યક્તિએ જુદાં!
પણ દ્વાર રાખ્યાં જેટલાં ખુલ્લાં 
છેક ઊંડાં ઊતરે, ચેતના મૂળિયાં!

જેમજેમ વટાવે એક એક સૂક્ષ્મતા,
ને અતિક્રમે મનયોજીત ભાગલાં,
ને ભૂંસાતા ભૂત-વર્ત-ભાવિ પગલાં, 
એટલાં પ્રવર્તે સિદ્ધ સ્થાપિત દાખલાં!

જો અર્પણ કર્મ, સમર્પણ ક્ષમતા,
પાર થાય જો મનકોષ  શ્રીંખલા,
અને પ્રાણ પામે યોગ્ય પ્રભૂતા,
તો પરિવર્તે 'મોરલી' અસ્તિત્વ સમૂળાં!

-         મોરલી પંડ્યા  
માર્ચ , ૨૦૧૫

Sunday, 8 March 2015

બીજનાં મધ્યમાં...


બીજનાં મધ્યમાં સૃષ્ટિ છૂપી છે,
ફળદ્રુપ માટી ને જળસીંચાવની તૃટિ છે.

જીવંત કણોનો સમૂહ સંગઠિત છે,
કૂંપળનો વેષ પહેરવાની દૂરી છે.

ગર્ભમાં ક્ષમતા ભરપૂર ભરી છે,
અંકુરિત વૃત્તિને ઊભરવાની છેટી છે.

સાક્ષાત બ્રહ્માંડ લખલૂટ અહી છે,
સૂક્ષ્મને પ્રત્યક્ષ થવાની કમી છે.

બીજમાં બીજ એમ સાંક્ળ લખી  છે,
સમયમાં સર્જન ને સમજની ક્ષતિ છે.

જાતજાતનાં રંગરૂપની સ્થિતી રચી છે,
સંરચના સ્વભાવ ને બદલાવ ગતિ છે.

સૃષ્ટિ એક પછી બીજું રચતી જ રહી છે 'મોરલી',
યોજન કયાંવચ્ચે જગ્યા ક્યાં ખાલી  પડી છે?

-         મોરલી પંડ્યા
ફેબ્રુઆરી ૨૦૧૫

Saturday, 7 March 2015

Happy Women's Day!


Happy being woman! Through
Enjoying this womanhood!


But first to original brood!
Blessed, having human-hood!


Gender! Just division of mood!
All types just living tool!


Complementary, equal stool!
To sit still, firm in world boom!


Strong character only loom!
Require to live life in zoom!


Each one is gifted school!
For soul to grow and groom!


Cherish what one is with moon!
Man or woman or other, any loop!


Ultimate account in life to look,
'Morli' is the way one has stood!


-  Morli Pandya
March 8, 2015