ડૂબું ઊંડું, ઘડી મહીં
સમાધિસ્થ નહીં,
ચૈતન્ય ધરી...
સમસ્ત માણું
ઘડી મહીં મગરૂરી નહીં,
આત્મપ્રાપ્તિ ધરી...
હ્રદય છલકે
ઘડી મહીં
ઊભરામાં નહીં,
આત્માધાર ધરી...
તેજ અનોખું, ઘડી મહીં
પગથી નહીં,
દસે દિશાઓ ધરી...
ઘડી ડૂબે, ઘડી મહીં
શૂન્ય નહીં 'મોરલી',
શાશ્વત સમગ્ર ધરી...
-
મોરલી પંડ્યા
માર્ચ ૧૨, ૨૦૧૫
|
No comments:
Post a Comment