હું પ્રભુબાળ, નાચું તા તા થૈ!
વહેંચું અઢળક, જે દીધું તેં કંઈકંઈ…
રાખું પંડતણું, શાને છાનું લઈ!
તેં જ દીધું વહેંચવાને, આપ્યાં કરે કંઈક!
શિશુ તવ ખોળા ને ચરણોનો, માઈ!
શાને ખૂટે જરા સરખું પણ કંઈ?
હ્રદયે વસે છે જે આનંદ! વધે,
જ્યારે, તારો એ પ્રસાદ આરોગે કોઈ…
પૃથ્વી તણી આ સફરમાં, કોઈ ક્યાં કંઈ!
તારું કાર્ય, તારાં બાળકો, ભલે માણે સર્વકોઈ…
નાનું સરખું, થોડું ઘણું, જે થઈ શકે કંઈ!
તત્પર ‘મોરલી’ સંનિષ્ઠ, આનંદમય ને નાચે તા તા થૈ!
-
મોરલી પંડ્યા
માર્ચ ૧૨, ૨૦૧૫
|
No comments:
Post a Comment