પ્રભુ, વિશ્વનો વ્હાલો, પ્યારો
આજ આ અહં સંપૂર્ણ દેખાયો!
જાત જરુરી
માન્યો હતો,
આજ વરવાં રુપે ભાસ્યો!
એ જ સ્વ-રુપનો
ચહેરો હતો,
આજ વિકૃત વિરોધી જાણ્યો!
યોગ્યતા દેવા
પાત્ર હતો,
આજ સર્વ-નાશી લાગ્યો!
સ્થિરતા, સમતા, પ્રકાશનો,
આજ અવરોધી સમજાયો!
કણમાં પણ, નાનો અમથો!
આજ ડરાવતો, ખટકતો, વાગ્યો!
તન-મન-પ્રાણ-હ્રદયનો,
આજ નિઃશેષ સમર્પણ પામ્યો!
સમગ્ર આધાર, શાંતિ શોષતો, 'મોરલી'
ને આજ ઊત્સવ ઊજવાયો!
- મોરલી પંડ્યા
માર્ચ ૨૩, ૨૦૧૫
|
No comments:
Post a Comment