Wednesday, 4 March 2015

વસંત-સૌંદર્ય...


વસંત-સૌંદર્ય, કંઈક અલગ જ હોય છે. 
ભ્રહ્માંડ પાછું, જાણે સ્વભાવ બદલે છે.

નગ્ન ડાળોની સૃષ્ટિમાં કૃતિવિશ્વ જન્મે છે.

લીલોતરી ને કુમાંશથી ધરતી સજે છે.

ભાનુ તેજની ચમક, કંઈક નવી જ દિસે છે.

જોજનો, ક્ષિતીજ ધરા મેઘધનુષ ઓઢે છે.

કળી, પુષ્પ રૂપાંતર, ઊંડાણ સૂચવે છે.

સુગંધિત હવા, જીવન-રંગ બદલે છે.

હૈયાં લીલાં-ભીનાં, ૠતુ રંગ ઊજવે છે.

અંતર-કુસુમ કુદરત સર્જન ઝીલે છે.

પરિવર્તન સ્વીકારમાં, સૌંદર્ય મળે છે. 

સમસ્ત સમગ્ર સશક્તને 'મોરલી' નમે છે.


- મોરલી પંડ્યા
માર્ચ ૪, ૨૦૧૫

No comments:

Post a Comment