Thursday, 26 March 2015

ઠર્યું છે ચિત્ત...


ઠર્યું છે ચિત્ત હ્રદયમાં,
શાંત મન ને સ્વસ્થ પ્રાણ ત્યાં.

જડ્યું ચિત્ત, ચૈત્ય ચેતનામાં,
ચૈતન્ય, સત્ય, પ્રભુઆનંદ જ્યાં.

ધબકતું અંતર અહોભાવ-કરુણામાં,
આત્મા ઓઢેલો મળે આવો સંસાર ક્યાં?

જપ્યું જણ, ચૈત્ય દોરીસંચારમાં,
શક્તિમાં ઊભરે સંદર્ભ-સાર નીતનવાં.

અહો! કેવું જીવન ઊકલે રૂપાંતરમાં,
શક્તિસ્વરૂપો જીવંત મોરલી માહ્યલાંમાં.

-         મોરલી પંડ્યા
માર્ચ ૨૬, ૨૦૧૫
  

No comments:

Post a Comment