મા…
આભાર શું
માનું તારો,
ટુકડો છે, તારાં જ જીવનો,
છે તારો જ અંશ પાક્કો,
તારો જ તારાંથી છે જીવતો!
મનબુદ્ધિ દઈ શણગાર્યૉ,
જરા દેહ જુદો પહેરાવી દીધો.
હ્રદયથી તવહ્રદયે જોડાયેલો,
તારો જ અભિન્ન વંશ છે આતો.
ઘડીઘડી સમર્પિત રહેતો,
ભેદ-ભ્રમથી છૂટેલો, ખુલ્લો!
તમ અણુ ભાગ, સાચુકલો.
તારાં પ્રેમ-ચેતના એ જડી દીધો.
જુદાં આકાર વેષે છે દેખાતો,
જણ કણમાં અનન્ય શ્વસતો!
'મોરલી' મહીં-તહીં
સર્વસ્વ ઓ!
જગ અંશઅંશ તુંજથી ભરાતો!
- મોરલી પંડ્યા
માર્ચ ૩૦, ૨૦૧૫
|
No comments:
Post a Comment