માખણચોર, મારું 
ચિત્તડું લઈ ગયો ચોરી! 
પ્રેમઆંજણ નૈનોથી 
નિરખે મલકી મલકી! 
  
હે ઘનશ્યામ, દેજો 
પાછું જલ્દી જલ્દી! 
તારાં પ્રેમને માણવાં, 
આ ભવ આખું ભરી! 
  
પુરજો એમાં તવ ભાવ, 
ઓ કરુણાસાગર! જરી. 
નથી ભલે અહીં કોઈ 
રાધા, મીરાં, ગોપી કે દ્રૌપદી! 
  
આ ચિત્તડું વહેંચાશે 
જગમાં ઊદાહરણ બની, 
તું મારો સાથી-સારથી, 
તો વાગશે સદાય તારી ‘મોરલી’! 
  
-        
મોરલી પંડ્યા  
માર્ચ ૧૭, ૨૦૧૫ 
  
   | 
No comments:
Post a Comment