Saturday, 14 March 2015

બનો સરનામું સક્રિયતાનું...


બનો સરનામું સક્રિયતાનું
કર્તવ્યનું  રહો પળ પળ ઠેકાણું,
ભાગતું ફરવું, ભગવું ઓઢવું,
વ્યર્થ શાને જીવન ઢોવું!

સ્વાર્થ નહીં પરમાર્થ માણવું,
અહં, અભાવ મૂકી કરતાં રહેવું,
અક્રિયમાં, પ્રારબ્ધ ન ઘટતું,
કોઈ ને કોઈ રીતે જરૂર વળતું!

નિશ્ચિંત થઈ આગળ વધ, તું
લેખાં જોખાં કોરે મૂક, તું
સાફ મન ને ચોખ્ખાં ઊદ્ધેશ્યનું
પાલન કર, થાક્યાં વગર, તું!

સાચો ત્યાગ જ એ! જાણી લે તું,
સમજને એમાં ગોઠવી જાણ તું,
હરિનો ભાવ ધરી કર્મ કરવું,
મોરલી શાને અમથું સમજમાં મથવું!

-         મોરલી પંડ્યા
માર્ચ ૧૪, ૨૦૧૫


No comments:

Post a Comment