મા...
ઊઠતી, બેસતી, હરતી, ફરતી,
તમ સંગે જીવતી!
પછી એક દિવસ આવશે,
જવાનો દેહ છોડી!
કેવાં સ્વરૂપે-આકારે-પ્રકારે
હશે આ જીવ ફરી?
જરૂર તારાં પ્રકાશમાં રહેશે
મજબૂત ને શાંતિ ધરી.
ચૈત્યપુરુષ ને જીવાત્મા, લઈ
ચાલશે સત્યગતિ!
જરૂર તારાં ચૈતન્યરાહ પર
મળતી રહેશે પ્રગતિ.
આ જણ કેટલું સમજે, એની
રહી મર્યાદિત બુદ્ધિ!
તંતું સાંધેલો તું રાખજે, ન રહે
‘મોરલી’ વિખુટી.
-
મોરલી પંડ્યા
માર્ચ ૨૪, ૨૦૧૫
|
No comments:
Post a Comment