આધ્યાત્મમાર્ગ
વિવિધ બહુધા
ભલને વ્યક્તિ-વ્યક્તિએ જુદાં!
પણ દ્વાર રાખ્યાં જેટલાં ખુલ્લાં
છેક ઊંડાં ઊતરે, ચેતના મૂળિયાં!
જેમજેમ વટાવે એક એક સૂક્ષ્મતા,
ને અતિક્રમે મનયોજીત ભાગલાં,
ને ભૂંસાતા ભૂત-વર્ત-ભાવિ પગલાં,
એટલાં પ્રવર્તે સિદ્ધ સ્થાપિત દાખલાં!
જો અર્પણ કર્મ, સમર્પણ ક્ષમતા,
પાર થાય જો મનકોષ શ્રીંખલા,
અને પ્રાણ પામે યોગ્ય પ્રભૂતા,
તો પરિવર્તે 'મોરલી' અસ્તિત્વ સમૂળાં!
-
મોરલી પંડ્યા
માર્ચ ૯, ૨૦૧૫
|
No comments:
Post a Comment