Sunday, 15 March 2015

અસ્તિત્વ ભરાતું...


મા

અસ્તિત્વ ભરાતું તવ ભાવમાં,
ઊર્ધ્વ સંધાતું તવ રાહમાં,
જ્યોત બનતી તું હ્રદયસ્થાનમાં,
તેજ બનતી તું સર્વ કાર્યમાં!

શિશુ તારું તારા ચરણોમાં,
દિવ્ય ટેકે જીવ ઊદ્ધારમાં,
જીવન અર્પણ તવ પ્રકાશમાં,
તવ સ્વીકાર અમૂલ્ય વરદાન મા!

અદ્ભૂત! તવ એક એક સ્વરૂપ મા!
દિવ્યશક્તિ અસ્ખલિત, વરસે મા!
કૃપા વરસાદ, બક્ષતી તું મા!
તવ સંધાન બળવત્તર પ્રસાદ મા!

કરુણામયી તું જ્યોતકિરણ મા!
પ્રેમમયી તું સકળવિશ્વ મા!
સૃષ્ટિ બાળ, તવ ઊદરમાં!
નમે 'મોરલી', રક્ષિત તવ હસ્તમાં!

- મોરલી પંડ્યા
માર્ચ ૧૫, ૨૦૧૫


No comments:

Post a Comment