Friday, 27 March 2015

એકાગ્રતામાં ટપકતું બુંદ...



એકાગ્રતામાં ટપકતું બુંદ!
મૌન ઓઢીને, શોષતું ઊર!

ચૈત્ય, ચિત્ત ચૈતન્ય ભરપૂર!
વાક-ભાવ, પ્રભુ પ્રભુ સુમધુર!

ચેતના વમળો સત્ય સમૃદ્ધ!
અણુઅણુ ઉદ્દીપક, પ્રવાહ પ્રચૂર!

માતૃચરણે અર્પણ જડમૂળ!
જીવન કર્મ પ્રત્યેક પ્રભુરૂપ!

સ્વીકાર પ્રભુ કેરો, સમગ્ર સ્થૂળ!
'
મોરલી' આજન્મા, તારું કુસુમ!

- મોરલી પંડ્યા
માર્ચ ૨૭, ૨૦૧૫

No comments:

Post a Comment