હે પ્રભુ...
તારે ચરણ-શરણ, હર દિનરાત્રી
રોજ હોળી ને લાગે રોજ ધુળેટી!
અહં-ધારી તત્વો અર્પણ, મહીં હોળી,
પ્રભુ-રંગે ખેલે આ સ્વરૂપ ધુળેટી!
ચૈત્યસ્વરૂપની, પ્રગટે જ્યોત-હોળી,
હોમે નિમ્ન ને બક્ષે દિવ્ય ધુળેટી!
આધાર, નિરંતર ખેલૈયો
હોળી!
અભિપ્સા ઊગે ને અવતરે ધુળેટી!
અંતરે ધરી શુ્દ્ધ, કેસુડો સત રંગી!
'મોરલી' માણે ઊર્ધ્વ
પ્રકાશ રંગબિરંગી!
- મોરલી પંડ્યા
માર્ચ પ, ૨૦૧૫
|
No comments:
Post a Comment