અંતે તો બધું
જ ચેતના!
ધર્મ ગણો કે માનો નાત-જાત,
પંથ પૂજા કે વિચારધારા,
કોઈ ને કોઈ સ્તરનો જ પ્રકાર…
જાત જાતનાં
જાણે પગથિયાં!
એય ઊંડાં ને વિસ્તરેલાં!
દરેક પોતાનાંમાં પાછાં આગવા!
જુદાં, વિશિષ્ટ ને પેચીદાં!
જે, જે સ્તરમાં, તેને પ્રભાવ તેનાં.
જેતે વર્તન ને સ્વભાવ એવાં.
એકવાર આ ચક્કર જાણ્યાં,
નીકળ્યો જણ એમાંથી હંમેશાં...
પહોંચે પછી
જે ચેતનામાં,
પરમપ્રભુ વસાહત ત્યાં!
શાંતિ-આનંદ-પ્રેમ-પ્રકાશ!
સતત મળે એજ ભાવાર્થ...
બનતો જાય સ્થિતઆત્મા!
દેહ-મતિ સાધન, સાધના!
સંજોગ-સાથ-સમન્વય-સહકાર,
ગોઠવે એ ચેતના જ, લય ને રાહ.
પછી માણસ નહીં, જીવે ચેતના!
વટાવે ચેતનાનાં, કેટલાંય ડુંગરાં!
એ વિચાર, ભાવ, આચાર જ ‘મોરલી’
બને પ્રેરણા ને ચેતનાનું ભાન.
-
મોરલી પંડ્યા
માર્ચ ૨૯, ૨૦૧૫
|
No comments:
Post a Comment