મતિ આપી છે
સંતુલન માટે. 
પલડાં વચ્ચે, સુંદર જીવન પક્ષે. 
 
ન ભાવવિભોર
તણાવા કાજે 
કે સૂકાભઢ રુક્ષ રણરેત જાણે! 
 
ન અતિજ્ઞાનમાં
વિચલિત ભાને 
કે મંદ, બંધ દ્વાર, ન સ્વાગત ચાહે! 
 
ન સંસારનાં
મદમસ્ત સપાટે 
કે શિખરોમાં એકલવીરની વાટે! 
 
પણ પળપળ પ્રભુસંકેત
સથવારે 
ને સમતામાં એ હકીકત સજાવાને. 
 
આભાર પ્રભુ! તારાં કૃપા, સહવાસને. 
ક્ષણક્ષણ ઝૂકે, ‘મોરલી’ પ્રાર્થી સદાયે. 
 
-        
મોરલી પંડ્યા  
માર્ચ ૩, ૨૦૧૫ 
  
 | 
No comments:
Post a Comment