Friday, 20 March 2015

જવાનું જ, જાય છે...


જવાનું જ, જાય છે
એને પકડી શું રાખવું?
સાત સાંધો ને તેર તૂટે
એને થીગડે શું સાંધવું?

અજાણમાં, જાણ્યાનું સુખ
એને પછી શું ચોળવું?
સીમિત બુદ્ધિનાં માપદંડે 
કેટકેટલું, શું શું ચકાસવું?

સમય સાથે સાચા રહેવું
બીજાનું શું મૂલવવું?
ચોખ્ખી દાનત, વર્તન ખુલ્લું
ઘેંટાનાં ટોળામાં શું જોડાવું?

પ્રેમથી જ પ્રેમ મળે ત્યાં
અપેક્ષાથી શું બાંધવું?
પ્રભુ સંગ જોડાણ 'મોરલી'
માણસમાં શું અટવાવવું?

- મોરલી પંડ્યા
માર્ચ ૨૦, ૨૦૧૫

No comments:

Post a Comment