મન તરબોળ રાખવું
આતમ સ્નાનમાં ભીનું ભીનું!
હાથવગુ, હાથમાં રાખવું,
આતમધ્યાનમાં ડૂબતું ઊંડું…
મન શૂન્ય સંવાદિત રાખવું
આતમસાદ સૂણતું સુરીલું,
નિર્ભય, ધવલ રાખવું,
આતમરાહને તાબે નમતું…
મન ખુલ્લુ નમ્ર રાખવું
આતમજ્ઞાન શોષતું ઊંચેરું,
હલકુ, હળવુ રાખવું,
આત્માનંદમાં
લીન અણુંઅણું…
મન ભાગીદાર રાખવું
આતમસાધન સ્વસ્થ મસ્તીલું,
સમર્પિત રાખવું, ‘મોરલી’
આતમમંદિરમાં પુષ્પસમું…
-
મોરલી પંડ્યા
માર્ચ ૧૮, ૨૦૧૫
|
No comments:
Post a Comment