લો...આ આવી, સૂર્યદેવની સવારી!
પરોઢ સમીરમાં સુગંધ, તાજગી!
ચક્ષુ પોપચે સ્વપ્ન ઊડાન ધરી!
હૈયાં હલકાં તાજાં સાજાં ભરી...લો આ આવી,...
દિનપ્રારંભ
- એક સર્જન સૂચવી,
ખિલતાં ફૂલોમાં સંદેશ છૂપાવી,
મઘમઘતી ને સતરંગી પાછી,
રણીયામણી, પૂરજોશ સંગાથી...લો
આ આવી,...
અંતરે પોકાર, સાથે શ્રધ્ધા કેળવણી,
સૂચન સભર, જીવંત પ્રભુ હાજરી,
દિશા સાથે અભિપ્સા મૂકતી,
આપવા સાધકને વધુ એક ખાત્રી...લો આ આવી,...
અતુલ્ય અનુભવે
આ મૂક પ્રાર્થી,
ઉત્સાહિત, બસ! મસ્ત પ્રવાસી,
રવિઉદય સંગે પ્રભુ કૃતાર્થી,
'મોરલી' નિત નમે ઓ દેવ પરમાર્થી...લો
આ આવી...
- મોરલી પંડ્યા
માર્ચ ૨૧, ૨૦૧૫
|
No comments:
Post a Comment