અબઘડી સુધી ચાલ્યું, પલટતું એકદમ વિપરીત, ન સમજાય કોઈ સમજમાં,
ચક્રવ્યૂહ, બધે અંદર-બહાર, ન સમજાતો, ક્યાંથી દેખાતો અચાનક બધામાં,
સમદ્રષ્ટિ ને ટેકે માણસ ચાલે, જ્યારે એનું વિશ્વ ઊલટે ભ્રમમાં,
હ્રદયથી જીવતા માણસને પણ અટકવું-ટકવું રહે એ ભ્રાંતિ સમયમાં...
“હશે-થશે” બનતા મંત્રો, પાંસરા
નીકળવા, ભ્રમજાળમાં,
ન ભૂતો ન ભવિષ્યતી- રહે ફક્ત હકીકત ક્ષણવારમાં...
પ્રભુ જ્ઞાન-સમજ પ્રગટે ટીપે ટીપે, ધીરે ધીરે કેળવાય ને સ્થિર થાય સમતામાં,
‘મોરલી’, માણસ બસ! સરકે સમયની
રેત જેમ, અચળ, એ સહજ અભિગમ ને શાંતિકાળમાં...
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૩૦, ૨૦૧૪