બધામાં એક અર્જુન છૂપાયેલો
એને જીવંત થવાદો તો વાસુદેવ સારથિ મળતો
નહીં તો અક્ષહિણી સેના છતાંય ઝઝૂમતો...
છો સમય પૂરતો હથિયાર હેઠાં મૂકતો
પણ આ જ શરૂઆત પ્રભુબોધની ને પ્રભુજીવન માણતો
નહીં તો જીંદગી લક્ષવિહોણી ને વિફળ વેડફતો...
શરણે થાતો જે પ્રભુ-પાદ મહી
તત્વ-આધ્યાત્મના જ્ઞાન-બોધ પ્રભુ મુખે સાંભળતો
નહીં તો હજાર-હાથ સાથ છતાં કુરુક્ષેત્રના ઘા સહેતો...
પ્રભુ અંશ-સાથ છે બધાંમાં
ફક્ત જરૂર અર્જુન બની આપણા
ગોવિંદ-સખાના શોધની
નહીં તો 'મોરલી' સમસ્તના સર્જકની
ચૂક ને રંજ બનતો...
વંદન પ્રભુ!
- મોરલી પંડ્યા
એપ્રિલ ૧ ૨૦૧૪
No comments:
Post a Comment