Wednesday, 9 April 2014

સંતોષનો ઓડકાર...


માપદંડ જો બીજાનું જીવાય, જીવનમાં સતત અધૂરપ શોધાય,
તો એ માનસિક વિકાર ને પરદ્રષ્ટિમાં ખોળાતો જવાબ.
એમાં પડ્યાં તો ક્યારે ન મળે સંતોષનો ઓડકાર...

                  સુવિધા જો સુખને બદલે ક્ષતિશોધમાં ડૂબાવે,
                  લક્ષ્ય ના રહે પછી સફળતા કે સર્વોચ્ચ સ્થાન,
                  પામવા બસ રસ્તો કાઢે, ન ફરક પછી સારો કે ખરાબ...

દિશાવિહીન સરખામણી ને હોડમાં ખોવાય સ્વપથ,
તો શોધ્યો ના જડે સ્વ પ્રભાવ ને મૂલ્યોની દરકાર,
ને પછી જાણ્યે-અજાણ્યે મોરલી બનતો એ જે-તે મનુષ્ય સ્વભાવ...


-         મોરલી પંડ્યા

એપ્રિલ ૬, ૨૦૧૪

No comments:

Post a Comment