Sunday, 13 April 2014

આ કણ-કણ...અર્પણ...

આ ક્ષણમાં; શ્વસતો, ધબકતો, જીવતો જીવજણ-જીવન અર્પણ...
આ કણ-કણમાં સમજાતો જીવતરનો સાર અર્પણ...

આ ક્ષણમાં વહેંચેલો સમસ્તનો આવિર્ભાવ અર્પણ...
આ કણ-કણમાં વહેંચાતો-ભેગો થાતો વિભિન્નરૂપોનો આવિષ્કાર અર્પણ...

આ ક્ષણમાં ખેલાતો, જીતતો-હારતો જીવન દાવ અર્પણ...
આ કણ-કણમાં ઉગતો દરેક નવો શ્વાચ્છોશ્વાસ અર્પણ...

આ ક્ષણમાં અનુભવાતો શાંતિ-આનંદનો ઉગમભાવ અર્પણ...
આ કણ-કણમાં પોકારતો પ્રભુ કૃતજ્ઞભાવ અર્પણ...

આ અર્પણની ભેટ, આવે નવા ક્ષણ-કણ અર્પણ...
આ અર્પણની ઊપજ સાથે મોરલી’ સર્વ, સાભાર સમર્પણ


-         મોરલી પંડ્યા

એપ્રિલ ૬, ૨૦૧૪

No comments:

Post a Comment