Saturday, 19 April 2014

આથમતો સૂરજ...

આથમતો સૂરજ રાત્રિ શાંત લાવે,
ચંન્દ્રમાની શીતળતા, તારાઓની ચમક ને નીરવ નિંદ્રા આપે

રાત્રિના થંભાવમાં; મન સૃષ્ટિ સજાગ, ન જંપે!
દિન આખાનું ચક્કર, ભ્રમણ ફરી ફરી એ ચલાવે

સ્વપનો બની જીવાય એ તૃપ્ત-અતૃપ્ત ઈચ્છાઓ,
શાને એનું યોજન કરવું વ્યસ્ત સતર્ક મનથી ગોઠવવું?

જીવાશે-થશે એટલું જ, જે જન્મ પૂર્વે પ્રયોજનમાં લેવાયેલું,
પછી વર્તન ગમે તે કરો, એ તો એમાં પણ તંતુ શોધી રસ્તો કાઢવાનું...

જીવન નિર્વહન; વ્યવસાય, રોજગાર માટે જુદો જરૂર વ્યવહાર
ને રહેવું સદા એમાં એવા જ, જે સમય-સમયની જરૂરિયાત...

વ્યક્તિગત આચરણ રાખવું; સાફ સુથરું, માફ-ખુલ્લુ,
સંબંધ-સંજોગ પ્રમાણે, છતાં મૂળે સાચ્ચું ને ઊંડું...

તો રહેશે હંમેશા પરમ વ્યક્તિની સાથે, રાખશે; હેતાળ હાથ માથે,
મજબૂત બાહુ તેડવાને અને આપશે મોરલી વહાલથી હુંફાળો ખોળો સૂવાને...


-         મોરલી પંડ્યા

એપ્રિલ ૭, ૨૦૧૪

No comments:

Post a Comment