શુધ્ધિ-કરણમાં; બધું સાફ-માફ રુઝાતું,
કર્યું-કરાયેલું,
બધું ઊર્ધ્વમાં સમાતું…
કશું લેવું-આપવું, બાકી ના રહેતું.
ફરી, બીજું કશું ના ભૂલથી પણ ઊમેરાતું…
તન-મન-મગજ-પ્રાણ-હ્રદય; જે પોતાનું હતું માનેલું,
બને નવું નક્કોર જાણે ઊછીનું હતું આવરણ જે ઊતર્યું…
અંગો-વિચારો-વર્તનો-ભાવોમાં
તંદુરસ્તી છલકે,
પોતાને જ, પોતે- ‘આ કોણ’ એવું અભનવું
લાગે…
જ્યાં; માનેલી જાતમાંથી
સાચુકલું બહાર આવે,
પછી તો સ્ત્રોત બદલાય એટલે વ્યવહાર, સાથે પાછળનું
દ્રષ્ટિબિંદું બદલાતું…
ને પછી, એક જ જન્મમાં ‘મોરલી’ નવો જણ
બની,
એ જ જીવન, જુદી રીતે જીવાવા લાગતું…
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૧૨, ૨૦૧૪
No comments:
Post a Comment