પંખી
બનીને
ઊડશો તો
આકાશ અસીમ મળવાનું,
ત્યાં હવામાં કુદરતની સુગંધ ને
વાતાવરણ મોકળું મળવાનું...
વધાવશો એ અંતર ઊડાન ક્ષમતાને તો
આભની આરપાર થશે નીકળવાનું,
ત્યાં પણ અનેરું ચેતના-વિશ્વ વસે
બસ! પાંસરું એને ઊતારવાનું...
ઊડવાની ધગશ હશે તો
પ્રભુ-પંખ મળશે ને ભીતર ગગન ખુલવાનું,
પછી જીવતું આ જણ પ્રભુવ્યસની ને
‘મોરલી’ અંબરજગતને
ધરતી પર લાવવું શક્ય બનવાનું...
આભાર પ્રભુ!
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૩, ૨૦૧૪
No comments:
Post a Comment