Thursday, 17 April 2014

અનોખું આયખુ...

અનોખું આયખુ!
કેવું અદભૂત, અનુપમ અનુભવાવે!
માશ્રીના ચરણોમાં,
ભાન ભૂલાવી સમાવે!

ઊંચે ગગનમાંથી જ્ઞાનકૃપા,
આ ધરતી ભણી ઝુકાવે!
ક્યાં ગજું કોઈ મનુષ્યનું,
કે એની મરજી વગર શ્વાસ પણ ચલાવે!

સર્વપ્રભાવી, સર્વસહાયક, ભિન્નસ્વરૂપી!
શું આ જ રૂપ હશે જાણ્યું ને જીવાતું?
શિવ-શક્તિનું મિલન, આયોજન,
એમ જ થોડું હશે સદીઓથી ચાલ્યું આવતું!

નમન પ્રભુ! આ જણ છે ફક્ત તમ આશીર્વાદ થકી,
ખૂબ નાનું, નજીવું તમ આગળ!
વધાવો તમે પણ તમ સ્થાન એના હ્રદય ઊંડે,
ને ઊજાગર કરો દર કાર્ય સાથે કર્તા એ થકી!

અહો...અહોભાવ નીતરે નિરંતર મોરલી’!
આ જન્મ ને જીવને મળેલા ઊપહારથી.
નમું-નમું બસ! ઓગળે; દર જીવન ને સંસાર, તમ ચરણોમાં!
એજ ઉત્તમ! સંવાદિત, સૌંદર્યભર્યા પ્રગતિ ઊડાન પ્રતિ!

-         મોરલી પંડ્યા

એપ્રિલ ૮, ૨૦૧૪

No comments:

Post a Comment