Wednesday, 30 April 2014

સ્થિર થાય સમતામાં...

અબઘડી સુધી ચાલ્યું, પલટતું એકદમ વિપરીત, ન સમજાય કોઈ સમજમાં,
ચક્રવ્યૂહ, બધે અંદર-બહાર, ન સમજાતો, ક્યાંથી દેખાતો અચાનક બધામાં,

સમદ્રષ્ટિ ને ટેકે  માણસ ચાલે, જ્યારે એનું વિશ્વ ઊલટે ભ્રમમાં,
હ્રદયથી જીવતા માણસને પણ અટકવું-ટકવું રહે એ ભ્રાંતિ સમયમાં...

હશે-થશે બનતા મંત્રો, પાંસરા નીકળવા, ભ્રમજાળમાં,
ન ભૂતો ન ભવિષ્યતી- રહે ફક્ત હકીકત ક્ષણવારમાં...

પ્રભુ જ્ઞાન-સમજ પ્રગટે ટીપે ટીપે, ધીરે ધીરે કેળવાય ને સ્થિર થાય સમતામાં,
મોરલી, માણસ બસ! સરકે સમયની રેત જેમ, અચળ, સહજ અભિગમ ને શાંતિકાળમાં...


-         મોરલી પંડ્યા
એપ્રિલ ૩૦, ૨૦૧૪


No comments:

Post a Comment