Tuesday, 22 April 2014

સપ્તપદી...

સપ્તપદીના સાત ફેરા જોડે સાતભવોનો સંબંધ,
સાત વચનોનું સન્માન; ઢાળે જીવન,
ઘડે અરસપરસ, બક્ષે સંસાર ને શિષ્ટાચાર,
ગહન સંબંધ, એ બને સાત જન્મોનું વરદાન!

પ્રભુ દીધેલ દરેક જીવન; ફેરો!, દર જીવનફેરો સફળ!
જો પ્રભુસંગ, તો સહસ્ત્ર વેદીમાં આહુતિ ને,
દર ફેરો પક્વ, બક્ષે આંતરિક વિકાસ,
થાતો ઘાટ નરમ ને લચીલો ને એવા લાખો થતાં કુરબાન!

ફેરા બંન્ને અગત્યનાં;
એક નીખારે વ્યક્તિ, પતિ અથવા પત્નિ તરીકે જોડે વિશિષ્ટ સંબંધમાં!
બીજું; તેજોમય બનાવે જીવાત્મા!,
વિભિન્ન રૂપે-દ્રષ્ટિએ-ભાવે, પ્રેરે, સનાતનની મિત્રતામાં!

વ્યક્તિતો બસ નિમિત્ત માત્ર!મોરલી’,
નિયોજન સુવ્યવસ્થિત! નગણ્ય કેટલી વ્યક્તિ!
આ સમષ્ટિના સર્જક આગળ,
આમાં ક્યાં હું-મારું-મારાનો અવકાશ?

-         મોરલી પંડ્યા

એપ્રિલ ૧૧, ૨૦૧૪

No comments:

Post a Comment