Monday, 7 April 2014

સક્રિય ધ્યાનયોગ...

તારી સાધના એટલે સક્રિય ધ્યાનયોગ!
હરપળ એકાગ્રતા ને સાક્ષીભાવ,
એક લક્ષ્ય કૃપામય ઓળઘોળ!

ન ફક્ત આંખ મીંચી બેસવું કે
કેન્દ્ર એક કે સાત કોઈ ખોલવું,
તમ ચેતનાને જીવનમહી ઊતારી દર ક્રિયા-કર્મમાં વિસ્તારવાનું

ન ફક્ત પૂજા-પાઠ કે કર્મ-કાંડ પણ
સજાગ જાગ્રત થઈ સ્મરણ-સમર્પણ કરવું,
ખુલ્લો જેટલો આધાર; ચેતનામાં ઊગવા-વિસ્તરવા, અવકાશ મોકળું મળવાનું

જરૂર ફક્ત સાચી અભિપ્સા પ્રભુ શરણે થવાની
ને સામો પ્રતિસાદ કૃપાપ્રસાદ થકી,
મોરલી પછી એ જીવ હાજરીમય તરબતર! ને ભીતરથી સંચાલન આવવાનું

પ્રણામ!

-         મોરલી પંડ્યા

એપ્રિલ ૬, ૨૦૧૪

No comments:

Post a Comment