મા!
તારી પસંદને યોગ્ય બની એ જ અહોભાવ...
તારી પસંદને યોગ્ય બની એ જ અહોભાવ...
ને પછી એ અરસપરસ બની છે એ જ ખરો અહોભાવ…
આ જીવતાં જીવતાં એ સમજાયું એ જ અહોભાવ...
આ સમજમાં તારો હાથ ને સાથ છે એ જ ખરો અહોભાવ...
આ તારા સાથમાં આ જીવનો ઉધ્ધાર છે એ જ અહોભાવ...
આ મન-હ્રદય-જીવનમાં
શ્રસતો તારો પ્રકાશ છે એ જ ખરો અહોભાવ...
આ તારી ચેતનાના ફુવારા અંદર ઊંડેથી સ્ફૂરે છે એ જ અહોભાવ...
આ પદ્ય માધ્યમથી ચારે દિશામાં પ્રસરી રહ્યાં છે એ જ ખરો અહોભાવ...
આ અસ્તિત્વમાં જીવંત તું જ શિક્ષક-સખા છે એ જ અહોભાવ...
આ અંતઃકરણ આમ પળપળ આભારવશ છે એ જ ખરો અહોભાવ...
આ સ્મરણ, સમર્પણ, વંદન સતત પ્રભાવી છે એ જ અહોભાવ...
આ પ્રેમ-શાંતિ-આનંદ મંત્ર
જીવાઈ રહ્યાં છે ‘મોરલી’ એ જ ખરો અહોભાવ...
પ્રણામ પ્રભુ!
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૧, ૨૦૧૪
No comments:
Post a Comment