તારો આધ્યાત્મ માર્ગ,
જ્ઞાત પદ્ધતિ કરતાં બિલકુલ વિરુધ્ધ!
સ્વસ્થ, આરક્ષિત
ને તમે પણ ખેડેલો!
તો ક્યાં કશું અજ્ઞાત, અણદીઠું કે તમ રક્ષણ ન મળે?
સંબધ, સંજોગ ને
સમૃધ્ધિયોગ બધું તારો માર્ગ રક્ષે,
જો હોય લીધું તારું શરણું તો કંઈ વિપરીત ન ઘટે…
પ્રચલિત કેડી નીચે મૂલાધારથી ઉપર તરફ કેન્દ્રો ખોલે,
અહીં તો શરુ જ સહસ્ત્રાધારાથી નીચે તરફ સફેદ પ્રવાહમાં ઓગળે…
જેવું સોંપ્યું તમને બધું; ધીમે-ધીમે, ટીપે-ટીપે સમયે યથાયોગ્ય ખુલે,
ન અતિ કે ન રત્તિભર, બધું જરૂર જેટલું ઝીલાય, ઝીલાતા પ્રકાશમય બને…
સાધક-ભક્ત બસ! મસ્ત સમર્પિત! ન જાત કે બીજામાં, અંદર કે બાહર ઝઝૂમે,
બધું સ્થિર થાતું રહેતું એ રક્ષણ, કૃપા ને
કરુણા પ્રસાદ મધ્યે…
પ્રક્રિયા ચાલતી સતત, નિરંતર
વ્યક્તિ તો બસ પ્રભુભાવમાં! પછી ક્યાં કશું બગડે, ખૂટે?
‘મોરલી’ જ્યાં
પ્રભુ સાથ ને કવચ મળે સૂર્યપ્રકાશિત માર્ગથી
પછી આ જન્મ કેવો સભર થઈ ઊગી
ઊઠે!
આભાર પ્રભુ!
-
મોરલી પંડ્યા
અપ્રિલ ૬, ૨૦૧૪
No comments:
Post a Comment