હે પ્રભુ…
આ વિશ્વ માંગે
સહ્રદયી શુભચિંતક જાગ્રત મનુષ્યપ્રકાર!
બક્ષો સહુને સર્વમંગળ, સદબુધ્ધિ ને કલ્યાણ!
જરૂર સતત આજ; સતતા, સદવિચાર, સદભાવ ને
સદાચાર!
બક્ષો સહુને શાણપણ ને સક્ષમ આધાર!
શોધે સહુ આજ; સમતા,
શાંતિ ને સસ્મિત શુભાચાર!
બક્ષો સહુને સંમત, સહમત, સંવાદિત
સહકાર!
જાણે સહુ આજ; આ યુગમાં ટકવું, સત્ય ટકાવવું, અશક્ય પ્રયાસ!
બક્ષો સહુને,
સંકલ્પશક્તિ કે - સાતત્ય ને સંતુષ્ટિમાં જ સ્વયંઊધ્ધાર!
પ્રાર્થે ‘મોરલી’, ફક્ત તમે એક જ, સનાતન
સર્વાંગ સંપૂર્ણ સૂત્રધાર!
બક્ષો સહુને સક્રિય સમર્પણનો સૂર્યપ્રકાશિત ઝળહળતો માર્ગ!
- મોરલી પંડ્યા
એપ્રિલ
૧૦, ૨૦૧૪
No comments:
Post a Comment