Friday, 9 May 2014

અહીં તો ...

કોણ કહે છે કે એને ગરજ જીવવાની છે,
અહીં તો શ્વાસ ચાલે છે એટલે સ્વ-ધર્મ ને ફરજ જીવવાની છે..

કોણ કહે છે કે એને સ્વાર્થ છે જે કરાવે છે
અહીં તો મથામણ જ, સ્વ નો અર્થ શોધવાની છે

કોણ કહે છે એ તો બધું સ્વ-ધાર્યું જ ગોઠવે છે
અહીં તો ડગલું મંડાય છે ને એમાં સ્વ ગોઠવાય છે

કોણ કહે છે એ તો હવે ધરાઈને બેઠાં છે,
અહીં તો પચાવ્યાં પછીનો ધરપત-પ્રસાદ મમળાવાય છે

કોણ કહે છે એમને તો બસ જીવન માણવું છે,
અહીં તો ભર-સ્વરૂપ, પ્રભુ-નિદર્શનમાં સતત મોરલી ઉત્સવ ઊજવાય છે...

આભાર

-         મોરલી પંડ્યા

એપ્રિલ ૨૧, ૨૦૧૪

No comments:

Post a Comment