Saturday, 17 May 2014

ૐ...ઘૂંટાતો મંત્રોચ્ચાર...


અંતઃમાં ઊગતો, ઘૂંટાતો મંત્રોચ્ચાર,
એ બ્રહ્મનાદમાં સમસ્ત સાકાર,
એ સૃષ્ટિ સર્જકનો ઊપહાર...

એમાં વિશ્વરૂપ નિરાકાર,
એમાં શિવશંભુ સાક્ષાત,
એમાં અચળ-અવિચળ દિવ્ય શાંતિ અપાર...

અદિવ્યને ટંકાર,
એ દિવ્યનો સાક્ષાતકાર,
એ અહંનો સંહાર, મનુષ્યનો તારણહાર...

કરે બુદ્ધિ-જ્ઞાન ધારદાર,
કરે હ્રદય ઊર્મિશીલ આરપાર,
કરે શરીર સશક્ત ને બળવાન...

એ સર્વે મંત્રોમાં અગ્રસર આગેવાન,
ક્ષણ-કણ સક્ષમ, જ્યાં સંનિષ્ઠ એ ઊચ્ચાર,
ત્યાં પલભરમાં સંધાય મોરલી પરમ સંગ અનુસંધાન


-         મોરલી પંડ્યા

મે ૭, ૨૦૧૪

No comments:

Post a Comment