ધ્યાનાધીન મધ્યમાં…સ્થિર, ઊંચી, સ્થાયી,
દેદિપ્યમાન જ્યોતમાં, બંધ ચક્ષુઓ ખોવાય...
એ મીઠો ચુંબકીય ભાવ, ખેંચે જાણે આ જણ-કર્મો-કર્તાભાવ,
ઊર્ધ્વમાં વધે,
વધુ ઊંચે, જાણે વેધીને, મસ્તિષ્ક દ્વાર આરપાર...
એ જ્યોત પ્રજ્વલિત, તેજકિરણો પ્રસારે ચોકોર, ઝાકઝમાળ.
એક પ્રકાશપુંજ ઉપરથી ઊતરે, સંધાય બંને, બને એક તેજપ્રવાહની ધાર...
નમન...એ અંતર! એ જ્યોત! એ પ્રવાહ! એ અપાર
તેજોમય પ્રકાશ!
ને ‘મોરલી’ સર્વસ્વ સર્વત્ર સમગ્ર બસ! પ્રકાશ… પ્રકાશ… પ્રકાશ…
-
મોરલી પંડ્યા
મે ૧૩, ૨૦૧૪
No comments:
Post a Comment