તારી
હાજરી
હ્રદયમાં ધબકે,
તારી ચેતનાનું આવરણ રક્ષે,
પછી ક્યાંથી વ્યક્તિ ક્યાંય આવે?
ન વ્યક્તિઓ કે સંજોગ
બદલે,
ને છતાંય બધું નિર્માણાધીન,
પોતપોતાનું વિકાસ
પ્રયાણ રહે...
છતાંય ક્ષણ પ્રતિક્ષણ,
જાગ્રત અ-જાગ્રત કોઈ હોય કે નહીં,
સમય તો, ને, સમય જ, સમયનું કામ કરે...
જરુરી વિચાર, વાણી, વલણ, વર્તન
એક કે બીજાનું બદલાય
ને બધાનું
યોગ્ય સત્યગતિ તરફ
પ્રયાણ થતુ રહે...
સભાનતા સાથે, જો કોઈ, સહજ રહે,
તો એ વ્યક્તિનું,
પોતાને જ
પોતાનુ યોગદાન મળે...
બસ મા! નિરીક્ષક થવાની વાર, ‘મોરલી’
પછી તો બધું પ્રભુ-ખેલ! ને પછી
ક્યાંથી,
ખેલાડી, પક્ષ, બાજી કે હારજીત ક્યાંય આવે?
-
મોરલી પંડ્યા
મે ૧૧, ૨૦૧૪
No comments:
Post a Comment