Thursday, 29 May 2014

૧૯૮૭..... અતીતોને

અતીતોને દાટી દો ભીતરની ભૂમિમાં,
સૂક્ષ્મ અત્ર ને ખીલવો આજ ઘડીમાં.

ભોળા શૈશવને ખરવા દો ક્ષમ્ય જિંદગીમાં,
નિર્દોષ યૌવનને રોપો આજ ઘડીમાં.

નિરાશાને ધરબી દો નિયતિની મુસ્તદ્દીમાં,
આશાઓ ઉમટાવો આજ ઘડીમાં.

અંધકાર જામે તો જામવા દો સમયની ગતિમાં,
વાટ જુઓ પહોરની આજ ઘડીમાં.

વિગતોને ફૂંકી દો અત્યારની સ્થિતિમાં,
નવા ભાવિને થીજવો આ જ ઘડીમાં.

- મોરલી મુનશી

ઓગસ્ટ ૬, ૧૯૮૭

No comments:

Post a Comment