અંદર…બહાર… સૂર્ય… સૂર્ય…
ઊગતો, બસ! ઊગતો, ન આથમતો
આ સૂર્ય!
પ્રકાશથી ઊર્ધ્વપ્રકાશનો પથ દર્શક આ સૂર્ય!
જ્ઞાનથી ગહનજ્ઞાનમાં ખીલવતો
આ સૂર્ય!
સત્યથી સર્વોચ્ચસત્ય ભણી પ્રેરતો આ સૂર્ય!
પ્રેમથી પ્રભુપ્રેમ જ્યોતમાં સમાવતો આ સૂર્ય!
આનંદથી દિવ્યઆનંદ સુધી ખોલતો આ સૂર્ય!
સામર્થ્યથી દિવ્યશક્તિ તેજમાં ઓગાળતો આ સૂર્ય!
અંતરઅનંતમાં ફેલાતો, વિસ્તરતો રહેતો આ સૂર્ય!
અંતઃકરણ ઊઘાડતો,
બાહ્યજીવન ઊજાળતો આ સૂર્ય!
ઉદગમ ‘મોરલી’, તેજસ્વી, ઓજસ, ચૈતન્યદાયી આ સૂર્ય… સૂર્ય…
-
મોરલી પંડ્યા
મે ૯, ૨૦૧૪
No comments:
Post a Comment