Wednesday, 21 May 2014

ચોખ્ખા રહેવા...

અહીં તો ચોખ્ખા રહેવાની વાત!
પોતાની જ, પોતાને તપાસતા રહેવાની સંભાળ!
પછી ક્યાં ખોટો હોય એ ક્યાસ!

આ સંસાર! એના તાણાવાણા! ને પ્રત્યેક ભિન્ન વણાટ!
મજબૂત, સુંવાળું પોત! ને ચોખ્ખું બનાવવા બને કર્તા નિઃસ્વાર્થ!

ચોખ્ખાઈમાં, બીજાના પરિપેક્ષને પણ જો પ્રાધાન્ય!
તો બને એ ગુણાકારનો; દાખલો અને જવાબ!

પ્રભુ પણ જરૂર પૂરતો બક્ષે સ્વાર્થ!
ને એના સ્વીકાર-વલણ-વર્તનમાં મૂકે પ્રાસ!

પછી, પ્રભુઈચ્છા બધે નક્કર! પ્રભુઅર્પણ નિરંતર!
એક જ દરકાર! બસ! આ અંતર રહેજો મોરલી સાફ!


-         મોરલી પંડ્યા

મે ૧૬, ૨૦૧૪

No comments:

Post a Comment