મા…
તું જ મહેશ્વરી, મા મહાકાળી,
મા મહાલક્ષ્મી ને મહાસરસ્વતી પણ તું,
ચતુર્રસ્વરૂપી મા, સર્વશક્તિશાળી તું...
જગતજીવની, જગતસંજીવની, જગતજનની,
જગધાત્રી, જગપાવની
મા મહેશ્વરી તું...
અદૈવ-સંહારિણી, પ્રચંડ-પ્રતાપ-ધારિણી, તેજસ્વિની,
છાતી ભીતર અગનજ્વાળમાં અધર્મ ઓગાળે રક્ષી, મા મહાકાળી તું...
સંવાદિતા, પ્રેમ, સુમેળની આગવી હિતકારિણી,
જીવન ઊજાળતી, અધિષ્ઠાત્રી મા મહાલક્ષ્મી
તું…
મોહક, મધુર, દિવ્ય શાંતિધારિણી,
વિદ્યા, જ્ઞાન, સૌંદર્યની કારક-કારણ મા મહાસરસ્વતી તું…
નમું! સર્વ રૂપો! એ હાજરી!, આ જીવનમાં જીવંત તું,
દિવ્યસ્વામિની,
રવિતેજધારિણી,
આત્માહિતરક્ષિણી,
વાત્સલ્યમયી છે ‘મોરલી’, એ મા તું જ, તું જ…
-
મોરલી પંડ્યા
એપ્રિલ ૭, ૨૦૧૪
No comments:
Post a Comment