આ સૃષ્ટિ!... સુંદર!... અદભૂત!...
બધું જ કૃપામય! એકબીજાને અનુરૂપ ભરપૂર!
એ બધાનું હોવું જ, જ્યાં જ્યાં જે જે, કરે દર ક્ષણ ચકિત ને દિગ્મૂઢ!
આ અંતર ખોળે ઝરણું, વાદળ, પંખી, કુંપળ!
વહેતું, વરસતું, ઊડતું, ફૂટતું! કુદરતથી
ભરપૂર!
એ બધાનું હોવું જ, જ્યાં જ્યાં જે જે, કરે જણને પ્રફુલ્લિત, ભાવુક!
આ આત્મા પામે પ્રેમ, શાંતિ, આનંદ, શક્તિ!
રહે દિવ્ય સાનિધ્ય, સામિપ્ય ને સંવાદિતા! કૃપામય ભરપૂર!
એ બધાનું હોવું જ, જ્યાં જ્યાં જે જે, કરે જણને તરબતર ને ‘મોરલી’ ભક્ત ગળાડૂબ!
-
મોરલી પંડ્યા
મે ૬, ૨૦૧૪
No comments:
Post a Comment